વાંકાનેર: ભેરડા પાસે બુલેટમાં અંગ્રેજી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના ભેરડા ગામ પાસે કાપડના થેલામા સંતાડેલો અંગ્રેજી દારૂ વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશી ના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લામાં પ્રોહીબીશન અને જુગાર નાબૂદ કરવા માટે સુચના મળેલી હોય જેમને અંતર્ગત આજે તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલની સૂચનાથી પો.સ.ઇ બી.ડી.પરમાર સાથે અન્ય સ્ટાફ વિજયભાઈ નાગજીભાઇ, ચમનભાઇ ડાયાભાઇ, મુકેશભાઈ હકુભા, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ, વિગેરે પલાશ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે લુણસર તરફથી આવતું ડબલ સવારીમાં કાપડના થેલા સાથેનું બુલેટ ત્યાંથી નીકળ્યું હતું જેમને રોકવાની કોશિશ કરતા એ રોકાયો નોહતા અને આ બન્ને ઇસમો ભાગી ગયા હતા તેમનો પીછો કરતા ભેરડા ગામ નજીક રોડ ઉપર બુલેટ અને કાપડના થેલો મૂકીને બંને ઇશમો ભાગી ગયા હતા.
આ થેલાની તપાસ કરતાં તેમાં કાપડની વચ્ચે ભારતીય બનાવટનો પર પ્રાંતિય દારૂની પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વિસ્કી ની 700 એમ.એલ.ની કાચની સીલ પેક બોટલ નંગ ૨૩ જેમ ની કિંમત રૂપિયા 6900 અને રોયલ ઇનફિલ્ડ બુલેટ ની કિંમત રૂપિયા એક લાખ આમ કુલ કિમત રૂ. 106900 નો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.