Placeholder canvas

રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સંઘની 7 બેઠકોની 9મી માર્ચે ચૂંટણી

રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘની બોર્ડ ઓફ ડીરેકટર્સની મતદાર વિભાગની કુલ 7 બેઠકો માટે ચુંટણી કરવાની હોઇને તે અંગેનો કાર્યક્રમ ચૂંટણી સત્તાધિકારી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ અને પ્રાંત અધિકારીશ્રી રાજકોટ શહેર-1 દ્વારા જાહેર કરાયો છે. જે મૂજબ માલ રૂપાંતર મંડળીઓના મતદાર વિભાગની -1 અને ખેતીવિષયક અને સેવા સહકારી મંડળીઓના મતદાર વિભાગની – 6 એમ કુલ 7 બેઠકો માટે ચુંટણી યોજાનાર છે.

તા. 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સવારે 11 કલાકથી બપોરના 15 કલાક સુધી ઉમેદવારી પત્રો મળશે. ઉમેદવારી પત્રો રજુ કરવાની તા.13 ફેબ્રુઆરી થી તા.18 ફેબ્રુઆરી બપારે 15 કલાક સુધી, ઉમેદવારી પત્રો ચકાસણીની છેલ્લી તા.19 ફેબ્રુઆરીએ 11-00 કલાકથી કાર્યવાહી પુર્ણ થાય ત્યાં સુધી, માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિધ્ધ તા.20 ફેબ્રુઆરી સવારે 11 કલાકે, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તા.21 ફેબ્રુઆરીથી તા. 26 ફેબ્રુઆરી સુધી જાહેર રજાના દિવસો સિવાયના દિવસે 11 કલાકથી 15 કલાક દરમિયાન કરી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવાની તા.27 ફેબ્રુઆરીએ 12 કલાકે, મતદાન જરૂરી હોય તો તેની તા. 9/3/2020ના રોજ સવારે 9 કલાકથી બપોરે 13 કલાક સુધી યોજાશે.

મત ગણતરી તા. 9/3/2020ના રોજ બપોરે 15-00 કલાકથી કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી કરાશે. જયારે મતદાનનું પરીણામ તા. 9/3/2020ના રોજ જાહેર કરાશે. આ તમામ કાર્યવાહિ મામલતદાર કચેરી રાજકોટ શહેર (દક્ષીણ) પી.ડી. માલવીયા કોલેજ પાસે ,ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરો