દિગસર-ચમારજ તથા રાજકોટ-બિલેશ્વર વચ્ચે બ્લોકને કારણે આઠ ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ ખાતે સુરેન્દ્રનગર-રાજકોટ રેલખંડના ડબલીંગ કાર્યને કારણે તારીખ 13 ફેબ્રુઆરી 2020નાં રોજ દિગસર-ચમારજ તથા રાજકોટ-બિલેશ્વર સ્ટેશનો વચ્ચે બ્લોક લેવામાં આવશે. તદનુસાર આ રેલખંડની આઠ ટ્રેનો નિમમાનુસાર પ્રભાવિત રહેશે.
13 ફેબ્રુઆરીની 12905 પોરબંદર-હાવડા એક્સપ્રેસ પોરબંદરથી 1.10 કલાક મોડી ઉપડશે, 13 ફેબ્રુઆરીની 22905 ઓખા-હાવડા સુપરફાસ્ટ ઓખાથી એક કલાક મોડી ઉપડશે. 13 ફેબ્રુઆરીની 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ વેરાવળથી એક કલાક મોડી ઉપડશે. 13 ફેબ્રુઆરીના 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ દિગસર તથા માર્ગમાં બે કલાક મોડી રહેશે. 12 ફેબ્રુઆરીની 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ માર્ગમાં અઢી કલાક મોડી રહેશે. ટ્રેન નં. 22906 હાવડા-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 ફેબ્રુઆરીનાં રોજ હાપાથી અઢી કલાક મોડી ઉપડશે.