આજે RTI એક્ટિવિસ્ટ અને ‘આપ’ના આગેવાન ઉસ્માનગની શેરસીયાનો જન્મદિવસ
વાંકાનેર તાલુકાના નાનકડાં એવા કણકોટ ગામમાં 12 મી ફેબ્રુઆરી, 1979ને સોમવારે ઉસ્માનગનીનો જન્મ થયો અને પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ કોલેજ માટે રાજકોટ કોલેજમાં અભ્યાસ સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાનો ભાવના સાથે કોલેજમાં અભ્યાસ કરતાં (સૌરાષ્ટ્ર મુસ્લિમ સ્ટુડન્ટ સંગઠનના નામે વિદ્યાર્થીઓનું સંગઠન બનાવેલ અને વિદ્યાર્થીઓને સરકારી જોબ માટે મદદરૂપ થવાનું કામ શરૂ કરેલ ત્યાર બાદ કચ્છના ભૂકંપ બાદ કચ્છ નવ-નિર્માણ અભિયાન સાથે સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલ અને ત્યાં મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ અને આરોગ્યના કામ કરતાં દરિયા કિનારે પોતાની આજીવિકા ધરાવતા માછીમાર સમુદાય સાથે કામ કરવાનું ચાલુ કર્યું.
જેમાં માછીમારોને અધિકાર અને દરિયા કિનારાના પર્યાવરણની ચળવળ શરૂ કરી અને તેમાં કોર્પોરેટ ફાર્મિંગ સામે વિરોધ, મુન્દ્રા તાલુકાની ગૌચર બચાવ, OPG પાવર પ્રોજેક્ટ, અદાણી સેઝ, ટાટા પાવર પ્રોજેકટ સામેના આંદોલનમાં સક્રિય ભૂમિકા રહ્યા.માછીમારો માટે રેલી હોય કે સાયકલ યાત્રા હોય કે કચ્છથી કન્યાકુમારીથી કોલકત્તા સુધીની રાષ્ટ્રીય માછીમાર અધિકાર અભિયાનમાં સતત 58 દિવસ સુધી યાત્રા હોય કે દિલ્હીમાં જંતર-મંતર પર ધરણાં હોય. હમેશાં લડતમાં પોતાની ભૂમિકા અદા કરી છે. માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનમાં ખૂબ સરસ કામને કારણે વર્ષ 2010માં દેશના માછીમારોના અધિકાર માટે લડત કરતા નેશનલ ફિશવર્કર ફોરમમાં કારોબારી સભ્ય તરીકે અને વર્ષ 2016માં અને 2019માં સંગઠનમાં સેક્રેટરી તરીકે ચૂંટાયા. 2013 પછી કચ્છને બદલે ગુજરાતના દરિયા કિનારા પર કામ શરૂ કર્યું અને નારગોલ બંદર હોય કે હજીરા હોય કે જામનગર હોય કે ભરૂચ હોય બીજા કોઈપણ માછીમારોના પ્રશ્નોમાં લડત આપવાનું ચાલુ કર્યું.
મુસ્લિમ એજ્યુકેશન માટે એજ્યુકેશનનું મહત્વ અને કારકિર્દી માર્ગદર્શનના વર્કશોપ કર્યા. તેની સાથે 2016થી લઘુમતિના ભેદભાવના મુદ્દાને લઈને ગુજરાતમાં એક મુહિમ ચલાવી જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને હક્ક માત્ર જાગૃત કર્યા.
વાંકાનેરમાં માહિતી અધિકાર કાયદા(RTI)ની તાલીમ આપી અને ફરજિયાત અને મફત શિક્ષણ માટેના કાયદામાં બાળકોના એડમિશન બાબતે લોકોને જાગૃત કરવા મિટિંગો કરી અને રામપરા ઇકોઝોનમાં આવતા ગામોમાં ખેડૂતોને જાગૃત કરવા મિટિંગો કરી.
2012માં દિલ્હીમાં “આપ” ની સ્થાપનાની સાથે જ રાજકારણમાં સક્રિય થયા અને વર્ષ 2017માં ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં વાંકાનેરથી ચૂંટણી લડ્યા હતા.
આજે ઉસ્માનગની શેરસિયાને તેમના જન્મદિવસે ગુજરાત જ નહીં ભારતભરમાંથી તેમના મિત્રો શુભેચ્છકો અને સગા વ્હાલાઓ તરફથી તેમના મોબાઈલ નંબર 9427443976 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે. ઉસ્માનગની શેરસિયાને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…