વાંકાનેર: આશિકાને રસૂલ ગ્રુપ -ચંદ્રપુર દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની શાનદાર ઉજવણી

વાંકાનેર: ચંદ્રપુરના આશિકાને રસુલ ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે.

આજે વહેલી સવારે ફજરની નમાજ બાદ કેક કટીંગ કરી અને મસ્જિદ પાસે દરેક ભાઈઓ અને બહેનોને કેકનું વિતરણ કરેલ અને સાથે સાથે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આજે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે વૃધ્ધાશ્રમ વાંકાનેર ખાતે બપોરનું ભોજન આશિકાને રસૂલ ગ્રુપ તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત વાંકાનેરમાં ભુખ્યાને ભોજન આપતા ગ્રુપમાં આશિકાને રસૂલ ગ્રુપ તરફથી સાંજનું ભોજન આપવામાં આવશે.

આશિકાને રસૂલ ગ્રુપના મેમ્બર શીરાકમુદીન એમ. શેરસીયા(એડવોકેટ), ઇસ્માઇલ પિંડાર(JV), રહીમ દેકાવાડીયા, સુલતાન દેકાવાડીયા, બશીર બાદી, તથા દાતાઓ અશરફ શેરસીયા (મુસ્કાન રોડલાઈન્સ), તાહિર શેરસીયા, સાહિદ ગઢવાળા દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હિન્દૂ-મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાની સાથે ધાર્મિક તહેવારની એવી રીતે ઉજવણી કરવાની કે જેનાથી સમાજના નીચલા અને ગરીબવર્ગને મદદ મળે અને તેવોને પણ તહેવારની ખુશી મળે તે રીતે ઉજવણી કરીને સમાજને એક અલગ રાહ ચીંધેલ છે.

કપ્તાન પરિવાર તરફથી ઈદ-એ-મિલાદુનબ્બી ની તમામ લોકોને ખૂબ ખૂબ મુબારકબાદી…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો