Placeholder canvas

11 વર્ષની બાળકી સાથે 16 વર્ષના સગીરનું દુષ્કર્મ, ત્રણ માસનો ગર્ભ

રાજકોટ : શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારના શિતળાધાર પાસે ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં બિહારી શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. બાળકીને 3 માસનો ગર્ભ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરતા આરોપી પણ 16 વર્ષનો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની વિગત રાજકોટના શિતળાધાર વિસ્તારમાં ઇંટુના ભઠ્ઠા પાસે રહેતા બિહારી શ્રમિક પરિવારની 11 વર્ષની દિકરીને આજે વહેલી સવારે 4.30 વાગ્યે આસપાસ પેટમાં દુ:ખાવો ઉપડતા પરિવારે તત્કાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં બાળકીને જનાના વિભાગમાં ખસેડતા ડોકટરની તપાસમાં 3 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આજી ડેમ પોલીસને તત્કાલ જાણ કરાતા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હેમદીપભાઇ મારવાણીયા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

બાળકીની પ્રાથમિક પુછપરછ કરતા તેના નજીકના વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. આ તરફ આજી ડેમ પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઇ અમરદીપસિંહ પરમારે તત્કાલ આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ બાળકીને રાત્રે પેટમાં અસહ્ય દુ:ખાવો થતો હતો.

સવાર પડતા સુધીમાં જ દુ:ખાવો વધતા પરોઢીયે તેને હોસ્પિટલે ખસેડી હતી. જાણવા મળતી વિગત મુજબ બાળકીનો પરિવાર અને આરોપી સગીરનો પરિવાર બિહારનો રહેવાસી છે અને મજુરી કરે છે. નજીક નજીકમાં રહેતા હોવાથી આરોપી સગીરે બાળકીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યુ હોવાનું ખુલાસો થયો છે. હાલ પોલીસેે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

આ સમાચારને શેર કરો