પીધેલી હાલતમાં એસટી બસનો ડ્રાઈવર ડ્રાઈવિંગ કરતો..!! જનતાએ પોલીસને સોંપ્યો
વાંકાનેર: રાજકોટ થી વાંકાનેર આવી રહેલ બસ નંબર Gj-18 Z 3213 નો ડ્રાઇવર પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરતો હતો કુવાડવા થી વાંકાનેર રોડ ઉપર ચડતા આ ડ્રાઈવરે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા કરતા ડીવાઈડર ઉપર બસ ચડાવી દીધી હતી. જેથી કેટલાક પેસેન્જરોએ બસ રોકાવીને કુવાડવા ઉતરી ગયા હતા.
ત્યાર પછી પણ આ નશામાં ચૂર એવો ડ્રાઇવર પ્રતિપાલસિંહ હરપાલસિંહ રાણા બેફામ પણે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તેઓએ માંડ માંડ વાંકાનેર સુધી બસ પહોંચાડી હતી અને અંદર બેઠેલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયો હતો. આમાં બેઠેલા અમુક પેસેન્જરોએ તેમના વાલીઓને ફોન કરીને જાણ કરી હતી જેથી વાલીઓ દાણાપીઠ ચોકમાં તે આ બસને રોકી હતી અને પોલીસને જાણ કરી હતી વાંકાનેર શહેર પોલીસમાંથી પોલીસ સ્ટાફ આવીને આ ડ્રાઈવરને બસ સહિત પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.
પોલીસ સ્ટેશને ડ્રાઇવર આવ્યો ત્યારે તે સંપૂર્ણ પણે નશાની હાલતમાં હતો અને કંડકટર નશામા નોહતો, કન્ડક્ટરે વાંકાનેર એસટી ડેપો મેનેજર કાદરી ને જાણ કરતા તેઓ પોલીસ મથકે આવ્યા હતા. પોલીસે આ ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખેરવા પાસે બે એસટી સામસામે અથડાઈ હતી અને જેમાં એક એસટી ડ્રાઇવરનું મોત નિપજ્યુ હતુ. અને 30થી વધુ પેન્શનરોને નાની-મોટી ઇજા થઇ હતી. જેમને લોકો હજી ભુલ્યા પણ નથી ત્યાં વધુ એક રાજકોટથી વાંકાનેર તરફ આવતી એસ.ટી બસનો ડ્રાઈવર રાજાપાઠમાં ચલાવતો ઝડપાયો છે. અને પોલીસના પાંજરે પુરાયો છે. છતાં પણ હજુ ગુજરાત એસટી એવું જ કહેશે. ‘સલામત સવારી એસ.ટી અમારી’
જુવો વિડિયો…
કપ્તાનની youtube ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોનને પૂસ કરો…
આવા ડ્રાઇવરો સામે કડક હાથે કામ લેવું જોઈએ તેમજ તેમની સામે પોલીસ અને એસ.ટી વિભાગે બંનેએ વધુમાં વધુ સજા મળે તેવા કાયદેસરના પગલાં ભરવા જોઇએ જેથી બીજા કોઈ ડ્રાઇવર નશાની હાલતમાં ડ્રાઇવિંગ ન કરે અને જનતાની જાન મુશ્કેલીમાં ન મુકાય.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…