વાંકાનેર તાલુકા PSI બી.ડી.પરમારની બદલી તેમની જગ્યા આર.પી.જાડેજા મુકાયા
મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલા 6 PSIની અરસપરસ બદલીના હુકમ કર્યા છે.
આ બદલીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બિ. ડી. પરમારની બદલી કરીને તેને મોરબી સીટી એ ડીવીઝન મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલમાં મોરબી બી ડિવિઝનમાં ફરજ બજાવતા અને વાંકાનેર શહેર પોલીસ થાણામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા આર પી જાડેજાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે વાંકાનેર શહેર માં પીએસઆઇ તરીકેની આર પી જાડેજાએ ખૂબ સારી કામગીરી બજાવી હતી અને લોકોના દિલ જીત્યા હતા.
આ ઉપરાંત મોરબી બી ડિવિઝનમાં ફરજ બજાવતા આઈ એમ કોઢીયાને સીપીઆઇ મોરબીમાં અને પી.બી. ગઢવીને મોરબી બી ડીવીઝનમાં મૂકવામાં આવ્યા છે. આર.બી ઝાલા ને મોરબી એ ડિવિઝન માંથી માળીયામીયાણા અને એલબી બગડા ને મોરબી બિ.ડિવિઝનમાંથી માંથી ટંકારા એન.એ. શુકલને મોરબી એ ડિવિઝન માંથી મોરબી બી. ડિઝાઇન માં અને જેડી ઝાલાને માળીયાથી લિવ રિઝર્વમા રાખવામાં આવ્યા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…