Placeholder canvas

પોરબંદરના મધદરિયેથી ઇન્ડિયન નેવી અને NCBનું સયુંક્ત ઓપરેશનમાં 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોરબદંરના દરિયામાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપાયો : 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું : NCB અને ભારતીય નેવી દ્વારા આ પ્રકારનું પ્રથમવાર જોઇન્ટ ઓપરેશન

દેશના યુવાનોને બરબાદ કરવા દરિયાની પેલે પારથી આવતું રૂ.2000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મધદરિયેથી ઇન્ડિયન નેવી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું આ સયુંક્ત ઓપરેશન સફળ રહ્યું છે.

ગુજરાતના મધદરિયે પોરબંદરની હદમાં આવતા સમુદ્રમાંથી 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપાયું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ છે. NCBને માહિતી મળી હતી કે મોટા પ્રમાણમાં ડ્રગ ટ્રાફિકિંગ થવાનું છે. જેથી પ્રથમ નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. બાદમાં બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશનનો પ્લાન ઘડયો હતો.

આ સમાચારને શેર કરો