skip to content

અમદાવાદ:સિટીમા 80ની સ્પીડે કાર ચલાવી 10થી વધુ વાહનોને અડફેટે લીધા, પોલિસે ડ્રાઈવર પર કેસ શા માટે ન કર્યો.! જાણવા વાંચો

અમદાવાદ: ગઇકાલે એટલે 13મી ઓક્ટોબરનાં રોજ અમદાવાદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી હતી. જેમાં 13 વર્ષનો કિશોર ઇસનપુરથી ઘોડાસપ તરફ જવાના રસ્તે 80થી 90ની સ્પીડે કાર હંકારતો હતો. જેમાં તેણે 10થી 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. ગઇકાલે બપોરે 11:30 કલાકની આસપાસ આ અકસ્માત સર્જાયો પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આમાં 3 લોકોને ઇજા પહોંચી હતી. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માત પાછળ ચોંકાવનારૂં કારણ સામે આવી રહ્યું છે.

આ અકસ્માત અંગે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઈ એ.જે. ચૌહાણે જણાવ્યું કે, સગીરનાં નાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેથી સગીરનાં માતા પિતા હોસ્પિટલમાં ગયા હતા. જે પહેલા પિતાએ કિશોરને ઠપકો આપ્યો હતો. જેના કારણે ગુસ્સો આવતા સગીર ઘરેથી કાર લઇને નીકળી ગયો હતો.

કિશોર કાર લઇને નીકળ્યો પછી અકસ્માતની હારમાળા સર્જી હતી. જેની જાણ પોલીસને થતાં તેમણે કિશોરનો પીછો કર્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેને ઝડપીને કાર જપ્ત કરી લીધી હતી. પરંતુ સગીર હોવાને કારણે તેની પર કોઇ ગુનો નોંધી શકાય નહીં. જેથી પોલીસે પિતા સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગેની કાર્યવાહી કરવા માટે સીસીટીવી ફૂટેજની પણ મદદ લીધી છે. કિશોર જે રીતે કાર હંકારી રહ્યો હતો જેના કારણે આસપાસ વાહન ચાલકો તો ઠીક પરંતુ જોનારા પણ ગભરાઇ ગયા હતાં.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો