Placeholder canvas

અમરસિંહજી હાઇસ્કૂલની ટિમે ટેનિકોઇટ રમતમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વ્યારા(તાપી) આયોજિત રાજયકક્ષાની અંડર – 19 ટેનિકોઇટ સ્પર્ધામાં શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ – વાંકાનેરની બહેનોની ટીમે ગોલ્ડમેડલ અને ભાઈઓ ની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી અને અંડર -17 ભાઈઓ ની ટીમે ભાવનગર મુકામે સિલ્વરમેડલ મેળવી રમત ગમત ક્ષેત્રે શાળા, તાલુકા તેમજ મોરબી જિલ્લાની પરંપરા જાળ વી રાખી છે.

ત્રણેય ટિમોમાંથી 5 ખેલાડીઓ ગુજરાત રાજયનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. રમત ગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ,મંત્રી,મંડળના સભ્યો, શાળાના આચાર્ય આર.જે.મકવાણા તથા સમગ્ર શાળા પરિવારે તમામ ખેલાડીઓ તથા શાળાના વ્યાયામ શિક્ષક એ.એમ.પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મોરબી જિલ્લાના રમત ગમત અધિકારી પ્રવિણાબેન, હિરલબેન , નાકિયા સાહેબ અને પટોડી સાહેબએ અભિનંદન પાઠવતાની સાથે સાથે આ પરંપરા જાળવી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો