અમરેલીમાં ડબલ મર્ડર, કાકા-ભત્રીજાની હત્યા
અમરેલીમાં આવેલ કુકાવાવ રોડ પર 7 જેટલા શખ્સોએ બે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કલિક સારવાર માટે રોજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરંતુ ચાલુ સારવારમાં તેનું પણ કરુણ મોત થયું હતું જેથી પોલીસે આ અંગે ડબલ મર્ડર કેસનો ગુનો દખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના કુકાવાવ રોડ પર ગત રાત્રે 7થી 8 શખ્સોએ બે યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આથી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજતા બેવડી હત્યાનો ગુનો નોંધાયો છે.
આ બંને યુવાનો રખડતા પશુઓ અંગે પોલીસ અને નગરપાલિકાને બાતમી આપતા હતા. આ બતામી અમુક લોકોને ગમતી ન હોય ગઇકાલે રાત્રે બંને યુવાનો કુકાવાવ રોડ પર હતા ત્યારે 7થી 8 અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે આવી બંને સાથે માથાકૂટ કરી હતી. બાદમાં બંનેને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…