BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત રૂ. 2 લાખની મર્યાદામાં બેન્ક લોન મળી શકે છે.

વાંકાનેર : વાંકાનેર નગર સેવા સદન અંતર્ગત માળીયા અને વાંકાનેર નાગપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત અનુસાર કેન્દ્ર સરકાર પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત ‘દિન દયાલ અંત્યોદય યોજના અંતર્ગત – રાજ્ય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત માળીયા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે શહેરી ગરીબો કે જેમની પાસે નગરપાલિકાનું બી.પી.એલ. કાર્ડ અથવા બી.પી.એલ. રેશન કાર્ડ અથવા માં કાર્ડ હોય, તેઓ આ યોજના અંતર્ગત સખી મંડળ બનાવવા, ધંધા-રોજગાર માટે લોન મેળવવી તેમજ જુદા-જુદા ટ્રેડમાં તાલીમ મેળવવા જેવા લાભો લઇ શકે છે.

બેન્ક મારફત અપાવવામાં આવતી લોનમાં ધંધો-વ્યવસાય કરવા માંગતા લાભાર્થીઓને રૂ. 2 લાખની મર્યાદામાં બેન્ક લોન અપાવવામાં આવે છે. આ અંગે લાભ લેવા માંગતા શહેરી બી.પી.એલ. કુટુંબોએ માળીયા નગરપાલિકા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે અરજી કરવા કે વધુ માહિતી મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો