Placeholder canvas

હવે હદ કરી ! મોરબી રાજકોટ રોડ પર વિજપોલના તાર વચ્ચે સર્વિસ રોડ બની ગયો

By Jayesh Bhatasaniya-Tankara

ટંકારા રાજકોટ મોરબી રોડ ઉપર તંત્રનો મહાભગો સામે આવ્યો છે.જેમાં વીજ થાંભલાના તાર વચ્ચે સર્વિસ રોડ બની ગયો છે. જયા ઓવરબિજનુ કામ ચાલે છે ત્યા થી વાહન ચાલકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે ત્યારે સર્વિસ રોડ પર પસાર થવું એટલે મોત ને આમંત્રણ આપવા સમાન છે. બેદરકારી કોની વીજ તંત્રની કે રોડ બનાવનાર તંત્રની ? એ મોટો સવાલ. છે.ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેના માટે કોણ જવાબદાર ? તેવો સવાલ ઉદ્દભવ્યો છે.

ટંકારા રાજકોટ મોરબી રોડ પર લતીપર ચોકડી પાસે ઓવર બ્રિજનુ કામ ચાલુ છે ત્યારે બાજુ માથી સર્વિસ રોડ બનાવ્યો હતો. પરતુ નવા નાલા પાસેના સર્વિસ રોડ પર તંત્ર ની આંખે વળગે એવી ભુલ કરી છતાં કેમ ન દેખાય એ સવાલ ઉભો થયો છે.જયા વીજળીનો થાભલો અને તેના સપોર્ટ માટે ના તાણીયો છે એ વચ્ચે રહી ગયા છે અને રોડ બનાવી નાખ્યો છે જે હાલ રાહદારી ને મુસકેલી સર્જી રહી છે અને જો કોઇ ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની ? મોરબી કલેકટર દ્વારા હજી કાલે સુચના આપી કામ ઝડપી કરવા તાકીદ કરાઈ હતી. તો શુ આમજ ચાલશે કામ. ? હજી રોડ ઉપર મસ મોટા હોર્ડિંગો અને દબાણો પણ દુર નથી કર્યા તો કામ ક્યારે પુરુ થશે. રોડની સાઈઝને લઇ ને પણ તંત્ર ઉપર આંગળી ઉઠી રહી છે ત્યારે સ્થિતિ શુ છે એ હકીકત હવે રોડ બન્યા પછી જ ખબર પડશે.

આ સમાચારને શેર કરો