4 વર્ષ બાદ ભાદર ડેમ 2 છલકાયો, 17 ગામોને એલર્ટ કરાયા


સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ 2 ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ : સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમ 2 ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ડેમનાં 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેના કારણે કાંઠા વિસ્તારનાં 17 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. તંત્રએ હાલ કાંઠા વિસ્તારોમાં લોકો ન જાય તેવી સૂચના આપી દીધી છે.

નોંધનીય છે કે આ ડેમ 4 વર્ષ પછી ઓવરફ્લો થયો છે. જેને કારણે સૌરાષ્ટ્રનાં સામાન્ય પ્રજાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આ ડેમનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. હાલ ભાદર ડેમ-2ના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તાર તથા 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ભાદર ડેમ રાજકોટ, જેતપુર સહિતનાં 18 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. આ સાથે જ અંદાજીત 20 હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી આપવામાં આવે છે. ભાદરમાંથી રાજકોટ શહેરને 45 એમએલડી પાણી આપવામાં આવે છે, જ્યારે જેતપુર, કોટડાસાંગાણી, શાપર સહિતની નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારને પણ ભાદર ડેમમાંથી જ પાણી મળે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો