Placeholder canvas

મોરબી:ઉમિયા સર્કલથી રવાપર રોડ પરના ડાયવર્ઝન કામમાં લોટ,પાણીને લાકડા

મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા પર કામ ચાલે છે. જેથી ડાયવર્ઝન કાઢેલું છે. તેમાં પણ લોટ પાણીને લાકડા જેવી કામગીરી થઈ છે. આથી આ રોડ ઉપર દરરોજ વાહનો ફસાઈ છે, જેમના કારણે ટ્રાંફિક જામ થઈ જાય છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

રાજકોટથી મોરબી શહેરમાં એન્ટ્રી માટે મહત્વના ગણાતા ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધીમાં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન કાઢેલું છે. ડાયવર્ઝનની લોટ પાણીને લાકડાની સ્થિતિ હોવાથી અનેક વાહનો ફસાઈ છે, જેથી ટ્રાફિક જામ થતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલથી રવાપર ચાર રસ્તા સુધી જે રોડનું કામ ચાલે છે. તેમાં જે ડાઈવર્ઝન કાઢ્યું છે. તેમાં લોટ પાણીને લાકડા જેવું કામ કર્યું છે. પરિણામે દરરોજ ગાડીઓ ફસાય છે અને ટ્રાફિકજામ થાય છે. તેથી લોકો હેરાન થાય છે. તેમજ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહિ આવે તો લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચારને શેર કરો