Placeholder canvas

મોરબીમાં કાલે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે.

મોરબી: રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સંદર્ભિત પત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજવાની થાય છે. જે અન્વયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં તારીખ ૦૩/૦૮/૨૦૨૧ થી ૦૫/૦૮/૨૦૨૧ દરમિયાન એથ્લેટીકસ રમત ની સિનિયર પુરુષો અને સિનિયર મહિલા ઓની ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર દોડની સ્પર્ધા યોજવાની થાય છે,

જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા ખાતે તારીખ ૪/૦૮/૨૦૨૧ ના રોજ સિ. મહિલાની અને સિ. પુરુષોની સ્પર્ધા સવારે 8:30 કલાકે ન્યૂએરા ગ્લોબલ સ્કુલ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા તમામ સીનીયર વિભાગનાં ખેલાડીઓને ભાગ લેવા જિલ્લા સીનીયર કોચ શ્રી આર.આર. ચૌહાણ દ્વારા જણાવવામાં આવે છે.

એક ખેલાડી બે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. ખેલાડીઓએ પોતાની એન્દ્રી અને આધાર કાર્ડ સાથે સ્પર્ધા સ્થળે સવારે ૦૮:૩૦ કલાકે હાજર રહેવું. આ સ્પર્ધા સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે. તા.૩૧/૦૭/૨૦૦૧ પહેલા જન્મેલા એટલે કે ૨૦ વર્ષથી વધુ ઉમરના ખેલાડીઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નોંધઃ વધુ માહિતી માટે સિનીયર કોચની કચેરી, મોરબી નો સંપર્ક સાધવા વીનંતી. ફોન નંબર:૮૪૬૯૯૨૨૯૦૫

વધુમાં જણાવવાનું કે જિલ્લા કક્ષા સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડી રાજ્ય કક્ષા સ્પર્ધા માટે ક્વોલીફાઇ થશે. તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધા હિમ્મતનગર રમતગમત સંકુલ ખાતે તા.૦૭/૦૮/૨૦૨૧ મહિલા વિભાગ અને તા.૦૯/૦૮/૨૦૨૧ પુરુષ વિભાગની સ્પર્ધાઓ યોજાશે. કોવીડ૧૯ ની સરકારશ્રીની વખતો વખતની ગાઇડલાઇનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ખાસ કરીને પોલીસ કે આર્મી માટેની તૈયારી કરતા યુવક-યુવતીએ આ હરીફાઈમાં ભાગ લેવો અને વાંકાનેરના યુવક-યુવતી જે ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ આધારકાર્ડ આને એક ફોતા સાથે પાટોડી સાહેબનો સંપર્ક મો. 82382 70001 કરવો.

આ સમાચારને શેર કરો