વાંકાનેર: અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ દ્રારા ગામડાઓમાં જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ

વાંકાનેર: અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ વાંકાનેર વતી છેલ્લા ૧૧ દિવસથી વાંકાનેર તાલુકાના દરરોજ અલગ અલગ ગામડાઓમાં એવા ઘરે જઈને અનાજની કીટો વિતરણ કરેલ છે જેને ખરેખર જરૂરિયાત છે.

તાલુકાના તમામ ગામો ફરીને અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ વતી વાંકાનેર પ્રમુખ શ્રી અમિત કિશનભાઈ ભટ્ટ, હિતેશભાઈ ભટ્ટ, આરીફભાઈ સુમરા ,યાસીનભાઈ ખલિફા, ઇનાયતભાઈ ભોરણીયા ,ભાવિક જોશી ,અજયભાઈ તેમજ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૧ દિવસથી વાંકાનેર તાલુકામાં ભૂખ્યા ને જમાડવા નો પ્રયત્ન કરી રહી છે.

આ સમાચારને શેર કરો