Placeholder canvas

વાંકાનેર: એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી આવનાર 7 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ

વાંકાનેર: ગઇકાલે વહેલી સવારે અમદાવાદથી ડ્રાઇવર સહિત 7 વ્યક્તિઓ એમ્બ્યુલન્સની આડમાં વાંકાનેર આવ્યા હતા તેમને પોલીસે અટકાવી ને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં મોકલી દીધા હતા તેમની સામે પોલીસ ગુનો દાખલ કરેલ છે.

સમગ્ર દુનિયા આજે કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહી છે અને લોકો ફફડી રહ્યા છે ત્યારે ગઇકાલે વહેલી સવારે પીર મશાયખ દવાખાનાની એમ્બ્યુલન્સમાં અમદાવાદ થી સાત વ્યક્તિઓ વાંકાનેર આવતા લીંબડીના મોલડી ચેકપોસ્ટમાં તેમને રોકતાં અને તપાસ કરતાં એમ્બ્યુલસમાં સાત વ્યક્તિઓને અમદાવાદ થી વાંકાનેર લાવવામાં આવી રહ્યા હતા તે માલૂમ પડતાં ત્યાંના જવાબદાર પોલીસ અધિકારી એ વાંકાનેર પોલીસને જાણ કરી હતી અને વાંકાનેર પોલીસે બાઉંટરી ચેકપોસ્ટે તેમને રોકીને તપાસ કરી હતી જ્યારે વાંકાનેર શહેર પોલીસે તેમને લિંબાળાની ધાર પાસે રોકીને એમ્બ્યુલસ માં રહેલી વ્યક્તિઓ 1-ડ્રાઇવર કયુમખાન હમિદખાન આકુંમજાદા (રહે.લક્ષ્મિપરા શેરી નં.2), 2- નર્સિંગ સ્ટાફ,અયાજભાઇ મહેબુબભાઇ કડીવાર (રહે.રાતિદેવળી), 3- હુશેનભાઇ જલાલભાઇ વડાવીય (રહે.રાજાવડલા), 4-સમિર હુશેનભાઇ વડાવીયા, 5- ઇસ્તિયાક હુશેનભાઇ વડાવિયા, 6- આશિયાનાબેન ઇસ્તિયાક્ભાઇ વડાવિયા, 7-જોયાબેન ઇસ્તિયાક્ભાઇ વડાવીયા (રહે. કલાસિક પાર્ક, ફતેહવાડી, અમદાવાદ મુળ રહે. રાજાવડલા, તા. વાંકાનેર) આ તમામને વાંકાનેર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા અને તેમની સામે આઇપીસી કલમ 188,269,114 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ સમગ્ર બનાવની હકિકત જોવા જઈએ તો વાંકાનેર ખાતે આવેલ પીર મશાયખ હોસ્પિટલની એમ્બ્યુલન્સ કોઈ દર્દીને અમદાવાદ રિફર કરેલ હોય, તેમને અમદાવાદ મુકવા ગયેલા જેમાં દર્દી સાથે તેના સગા તેમજ એક અન્ય વ્યક્તિ તેમજ હોસ્પિટલનો સ્ટાફ સાથે ગયેલ હતો. જ્યાં દર્દીને અમદાવાદ મૂકી સાથે ગયેલ એક અન્ય વ્યક્તિના સગાને અમદાવાદના સરખેજ ખાતેથી આ એમ્બ્યુલન્સમાં સાથે વાંકાનેર આવવા માટે લઇ આવેલ હતા. તે લોકોને એમ કે એમ્બ્યુલન્સમાં કોઈ જાતનું ચેકિંગ થશે નહીં. માટે અમદાવાદ સરખેજના વ્યક્તિઓને સહી-સલામત વાંકાનેર પહોંચાડી આપવામાં આવશે. પરંતુ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતી પોલીસ દ્વારા આ મુસાફરો ભરેલી એમ્બ્યુલન્સ લીંમડી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંથી મોલડી ચેકપોસ્ટ અને બાદમાં બાઉન્ટ્રી ચેકપોસ્ટ અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ દ્વારા લીંબાડાની ધારથી કબજો લઇ બધાને તાત્કાલિક વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આ લોકોમાં કોરોના ઇફેક્ટિવ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઍમબ્યુલન્સની આડમાં અમદાવાદમાંથી લાવવામાં આવેલી વ્યક્તિઓ રાજાવડલા ખાતે પહોંચી ગયા હોત અને જો અમદાવાદથી આવેલી આ વ્યક્તિઓ કોરોના સંક્રમિત હોય તો સમગ્ર રાજાવડલા અને સમગ્ર તાલુકામાં કોરોના વાયરસ ફેલાઈ શકે અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આવુ પીર મશાયખ જેવી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભૂલથી કે ઈરાદા પુર્વક કરવામાં આવે તે ખેદજનક છે. જો કોરોના વાયરસની ગંભીરતા દવાખાનાનો સ્ટાફ ન સમજે અને આવું કૃત્ય કરે એતો ખૂબ જ ગંભીર અને ખેદજનક બાબત છે. પોલીસે સમગ્ર વાંકાનેર તાલુકાના હિતમાં કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર કામગીરી કરી તે માટે અભિનંદન…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો