વાંકાનેર: જાલસીકામાં દીપડાનો આતંક: બે પશુનું મારણ કર્યું

વાંકાનેર: દીપડો આંટાફેરા કરતો હોવાના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે ગતરાત્રે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે દીપડાએ બળદનું મારણ કર્યું હતું.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની બાજુમાં આવેલી વાડીમાં એક બળદ અને એક ગાયનું મારણ કર્યું હતું, જેના લીધે ગામ લોકોમાં ફફડાટ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરી હતી સમાચાર મળતા જ ફોરેસ્ટ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

દીપડાએ મરણ કરતા ખેડૂતોને વાડીએ રખોપુ કરવા કે રાત્રી દરમિયાન લાઈટ આવતી હોય ત્યારે પાવા જવામાં ભારે ડર અનુભવી રહ્યા છે. આ દીપડાને ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક પકડીને ખેડૂતોનો ડર દૂર કરે.

આ સમાચારને શેર કરો