મોરબી: સોમવારથી વેપારીઓએ જાહેર કર્યું હાફ ડે લોકડાઉન
હાલમાં કોરોના ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા વેપારી એસો. દ્વારા સ્વયંભૂ હાફ ડે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સોમવાર તા ૫/૪ થી દુકાનોને વહેલી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવામાં આવશે અને જો કે, બે વાગ્ય પછી કોઇ વેપારી દુકાનો ખુલ્લી રાખશે તો ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો. અને મોરબી ખાદ્ય તેલ એસો. દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૬૬૭ કેસે નોંધાયા છે ત્યારે લોકોની સલામતીને પ્રાધાન્ય આપીને મોરબી ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને મોરબી ખાદ્ય તેલ એસો. દ્વારા સોમવારથી વેપારીઓની દુકાનો સવારના ૮ વાગ્યાથી લઈને બપોરના ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જો કોઈ વેપારી દ્વારા આ નિર્ણયનો ભંગ કરવામાં આવશે તો તેની સામે એસોસિએશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કચોરીયા ઉમેશભાઈ અને મોરબી ખાદ્ય તેલ એસો.ના પ્રમુખ જીતુભાઈ રાજવીરે જણાવ્યુ છે.