Placeholder canvas

દીપડાએ તો ભારે કરી !! હવે વાલાસણ-પીપળીયા-રાજમાં દેખાયો !!!

પીપળીયા રાજ ગામમાં માઇકમાં એલાન કરીને ગામ લોકોને દીપડાની ચેતવણી આપી… જુઓ વિડિયો અને સાંભળો એલાન…

વાંકાનેર :દીપડા એ તો ભારે કરી !! વાંકાનેર શહેરના દિગ્વિજય નગર પાસે દેખાયેલા બે દીપડા તો પકડાયા પણ હજી આ વિસ્તારનો દીપડો પીછો છોડતો નથી ગયા સપ્તાહમાં વડસર દરગાહ પાસે દેખાયો બીજા દિવસે રાતિદેવડીમાં યુવા ખેડૂત પર હુમલો કર્યો. ત્યારબાદ બે-ત્રણ દિવસ પંચાસિયા અદેપર સજનપરની સીમમાં આંટા માર્યા અને હવે છેક વલાસણ પીપળીયા રાજ ગામે પહોંચી ગયો છે. !!!

પીપળીયા રાજ ગામમાં આવેલી ખારા નામની સીમમાં દિપડો દેખાયો હતો જેથી જોનાર ખેડૂતોએ ગામમાં આવીને આગેવાનોને જાણ કરતા આગેવાનોએ માઇકમાં એલાન કરીને દિપડો આવ્યાની ચેતવણી આપીને સાવચેતી રાખવાનું એલાન કરાયું હતું. તો લગભગ સાડા છ વાગ્યાની આસપાસ વાલાસણ ગામે ગ્રામ પંચાયતના જિલ્લાના કુવા પાસે બે ત્રણ મજુંરે અને બે ત્રણ ખેડૂતે દીપડાને જોયો હતો. તો પછી હવે તમે જ કહો કે..કહેવું પડે કે નહીં “દીપડાએ તો ભારે કરી !!”

જ્યારથી દીપડો આ વિસ્તારમાં આટા ફેરા કરી રહ્યો છે ત્યારથી લોકો રીતસરના ફફડી રહ્યા છે, ખેડૂતો વાડીએ જતા ડરે છે અને રાત્રે વાડીએ જવાનું તો લગભગ બંધ કરી દીધું છે. દરેક ગામેથી વાડી વિસ્તારમાં લાઈટ દિવસ દરમિયાન આપવાની માંગણીઓ થવા લાગે છે, જો સરકાર આવો નિર્ણય નહીં કરે તો ખેડૂતો રાત્રે પિયત આપવા જઈ નહીં શકે અને ખેડૂતનો ઉભો પાક સુકાઈ જશે.

વાંકાનેર નું ફોરેસ્ટ તંત્ર અને વાંકાનેરની આગેવાની હજુ ઊંઘે છે, એ કયારે જાગશે ? એમને કોણ ઉઠાડશે ? એ એક મોટો સવાલ છે! વન વિભાગએ આ દીપડાને પાંજરે પુરવા માટે તાત્કાલિક એક્શન લેવા જોઈએ, જો કે તેમના માટે મુશ્કેલી એ છે કે પાંજરૂ મૂકવું કયા? બહુ મોટા વિસ્તારમાં ફરી રહ્યો છે ત્યારે આ મુશ્કેલ કામ કોઈ નિષ્ણાંત ટીમના માર્ગદર્શનથી પાર પાડવું રહ્યું… જેથી કરીને વાંકાનેર વિસ્તારમાં દીપડાના કારણે કોઈને જાન ગુમાવવાનો વખત ન આવે તે માટે તાત્કાલિક પગલાની જરૂર છે.

સાંભળો, પીપળીયા રાજમાં થયેલુ એલાન…
આ સમાચારને શેર કરો