Placeholder canvas

ધોરાજી: કાળાજાદૂ કરવાનું કહેનાર મહિલા તાંત્રિક હમીદા સૈયદની પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ

આજે સવારે તાંત્રિક હમીદા સૈયદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને માફી માગી હતી અને કહ્યું હતું કે હવે પછી ક્યારેય આવું કઈ કરીશ નહી

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષા નેતા શહેજાદખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપર કાળાજાદૂ કરવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી અને તેમાં મ્યુનિ.ના કોંગ્રેસના દાણીલીમડાના કાઉન્સિલર જમના વેગડાએ ધોરાજીની તાંત્રિક હમીદા સૈયદને ફોન કર્યો હતો. જેમાં આ બંને નેતાઓ ઉપર કાળાજાદૂ કરવાનુ કહ્યું હતું. ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ કોંગ્રેસ પણ એક્શનમાં આવી હતી અને બીજી તરફ વિજ્ઞાન જાથાની ટીમ પણ એક્શનમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ દરમિયાન આજે શુક્રવારે સવારે તાંત્રિક વિધિ કરવાના નામે લોકોમાં દહેશતનો માહોલ ઉભો કરનારી હમીદા સૈયદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને માફી માગી લીધી હતી. ઓડિયો ક્લીપમાં બંને નેતાઓ વિશે એલફેલ બોલનારા હમીદા સૈયદની પોલીસ સ્ટેશનમાં હવા નીકળી ગઈ હતી. તેણે માફી માગી લેતાં વિજ્ઞાન જાથાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. વિજ્ઞાનજાથાએ કહ્યું હતું કે, લોકો આવી અંધશ્રદ્વામાં આવે નહી, તાંત્રિક વિધિ જેવું કંઈ હોતું નથી અને આવા લોકો દહેશત ઉભી કરી રહ્યા છે ત્યારે આવી કોઈ વ્યક્તિ કોઈને પરેશાન કરતી હોય તો સામે આવે તે માટે પણ અપીલ કરી હતી.

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણ અને ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાને નડી રહ્યા છે અને તેના કારણે હું વિપક્ષી નેતા અને ધારાસભ્ય પણ બની શકી નથી તેવું કહેનાર મ્યુનિ.ના કોંગ્રેસના કાઉન્સિલર જમના વેગડા અને તાંત્રિક મહિલા હમીદા સૈયદની ઓડિયો ક્લીપ બે દિવસથી વાયરલ થઈ હતી. ઓડિયો ક્લીપમાં તાંત્રિક વિધિ કરનાર મહિલા એલફેલ બોલે છે અને બંને નેતાઓ ઉપર કાળા જાદૂ કરવાનું કહે છે. ઓડિયો ક્લીપ સામે આવતાં જ કોંગ્રેસમાં હલચલ મચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

આ ઓડિયો ક્લીપને લઈ વિજ્ઞાન જાથા દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે સવારે હમીદા સૈયદ નામની મહિલા કે જે તાંત્રિક વિધિ કરવાનું કહેતી હતી તે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો માફી માગું છું તેમ કહી માફી માગી હતી અને ઓડિયો ક્લીપમાં પોતાનો અવાજ હોવાનો સ્વીકાર કર્યો હતો. તદ્‌ ઉપરાંત હમીદા સૈયદે કહ્યું હતું કે, હું માફી માગું છું અને હવેથી આવું કઈ કરીશ નહી. વિજ્ઞાનજાથાએ મહિલા પાસેથી માફી પત્રક લખાવી લીધું હતું અને માફી માગતા ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. વિજ્ઞાનજાથાએ કહ્યું કે, લોકો આવી કોઈ વાતોમાં આવે નહી, તાંત્રિક વિધિ જેવું કંઈ હોતું નથી. આવા લોકો સમાજમાં દહેશત ફેલાવવાનું કામ કરે છે અને તેમને ખુલ્લા પાડવા માટે દરેક લોકોએ આગળ આવવું જાેઈએ.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો