Placeholder canvas

ટંકારાના થાણા અધિકારીએ ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા તાલુકાના તમામ ગામના સરપંચો સાથે થાણા અધિકારીનો સંવાદ યોજાયો નવનિયુક્ત પંચોને ફોજદાર એસ એમ રાણાએ ગામમાં ચોરીના બનાવો રોકવા ઉપરાંત માઈગ્રેડ ખેત અને ફેક્ટરીના મજુરની ઓળખ રાખવા સહિતની સુચના આપી હતી સાથે નાઈટ પેટ્રોલીંગ રક્ષક દળના જવાનો વિશે માહિતીની આપલે કરી હતી..

ટંકારા પોલીસ સ્ટેશનના પી એસ આઈ શક્તિસિંહ એમ રાણાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નવા ચુંટાયેલા સરપંચશ્રી અને હોદ્દેદારોની બેઠક બોલાવી હતી જેમા ગેરકાયદેસર પ્રવૃત્તિ સહિત કાયદો અને વ્યવસ્થા ગામમાં ખેતી તેમજ અન્ય મજૂરી કરતા શ્રમિક વર્ગને ઓળખ રાખવા ઉપરાંત ચોરીના બનાવો રોકવા આગોતરૂ પગલાં ઉપર ચર્ચા કરી સંપ સહકાર સલામતી અને શાંતિ માટે પોલીસ તત્પર છે નો ખોંખારો ખાઈને વિશ્ર્વાસ આપ્યો હતો સાથે આગેવાનો દ્વારા આવેલ સુચનો પણ સાંભળી નિકાલ માટે ખાત્રી આપી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો