skip to content

રાજકોટમાં બનેલુ ધમણ-1 રીજેકટ: દર્દીઓના શ્વાસ રૂંધે છે?

વૈશ્ર્વિક મહામારી કોરોનામાં પટકાતા દર્દીઓ માટે રાજકોટમાં તાબડતોડ નિર્માણ થયેલા વેન્ટીલેટર ‘ધમણ-1’નું આયુષ્ય અધવચ્ચે જ ખત્મ થઈ ગયાની હાલત સર્જાઈ છે. ધમણ-1 વેન્ટીલેટર દર્દીઓના શ્વાસ બચાવવાના બદલે થંભાવી દેતુ હોવાનો નિર્દેશ કરીને અમદાવાદની કોવિડ હોસ્પીટલના તબીબોએ રિજેકટ કરીને અન્ય વેન્ટીલેટર ફાળવવા સરકારને કહ્યું છે.

રાજકોટની કંપની જયોતી સીએનસીએ સંયુક્ત સાહસ રચીને માત્ર 10 દિવસમાં ધમણ-1 વેન્ટીલેટર બનાવી લીધુ હતું. કોરોના મહામારીમાં આ ગૌરવપ્રદ ઘટના ગણાવીને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ તેનું ઉદઘાટન કર્યુ હતું. 4થી એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4થી એપ્રિલે ઉદઘાટન કાર્યક્રમ રાખ્યો હતો. હવે રાજય સરકારને કફોડી હાલતમાં મુકી દેતા ઘટનાક્રમમાં એવો ઘટ્ટસ્ફોટ થયો છે કે રાજકોટની કંપનીએ બનાવેલા અને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા ધમણ-1 વાસ્તવમાં વેન્ટીલેટર જ નથી.

રાજયની અનેક સરકારી હોસ્પીટલમાં ફીટ કરાયા બાદ તેના ધાર્યા પરિણામ આવતા ન હોવાનું જાહેર થતા રાજય સરકારની હાલત કફોડી બની છે. રાજય સરકારના એક સીનીયર અધિકારીને ટાંકીને ‘અમદાવાદ મીરર’માં પ્રકાશિત રીપોર્ટમાં સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. ગુજરાત સરકારનો વહીવટ કેટલો આડેધડ ચાલે છે તેનો આ નમુનો છે. ખુદ મુખ્યમંત્રીએ ઉદઘાટન (સાદા ઓકસીજન કરતા સારું) છે. પરંતુ વેન્ટીલેટર ગણી શકાય તેમ નથી. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કોઈપણ ભોગે રાજકોટને પ્રમોટ કરવા આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મીરર’ના રીપોર્ટમાં તો અમલદારને ટાંકીને એમ પણ કહેવાયું છે કે મુખ્યમંત્રીએ મિત્રતા માટે બનાવટી વેન્ટીલેટર ધાબડી દીધા છે અને તેના કારણે સમગ્ર ગુજરાતને નીચા જોવાપણુ થઈ શકે છે. 4થી એપ્રિલે ધમણ-1ના ઉદઘાટન વખતે મુખ્યમંત્રી રૂપાણીએ એમ કહ્યું હતું કે કોરોના વાયરસના આક્રમણમાં સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે ત્યારે રાજકોટની કંપનીએ માત્ર 10 દિવસમાં સૌથી સસ્તા વેન્ટીલેટરનું નિર્માણ કરીને ગુજરાતને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું છે.

આ વખતે રાજય સરકારે જારી કરેલી અખબારી યાદીમાં પણ કહ્યું હતું કે રાજકોટ સ્થિત કંપનીઓ માત્ર 10 દિવસમાંજ ધમણ-1 નામનું વેન્ટીલેટર બનાવ્યું છે. તેની કિંમત પણ માત્ર એક લાખ જેવી સસ્તી છે. આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી મેઈક ઈન ઈન્ડીયામાં નવુ છોગુ ઉમેરનારી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પરાક્રમસિંહ જાડેજાએ મેક ઈન ઈન્ડીયા, મેક ઈન ગુજરાતમાં મોટુ યોગદાન આપ્યુ છે. હવે વેન્ટીલેટર ગણાવાતુ આ મશીન બીનકાર્યક્ષમ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ સીવીલના તબીબોએ ધમણ-1 મશીનો હોવા છતાં સરકાર પાસે અન્ય વેન્ટીલેટર માંગ્યા છે.

એક સીનીયર અધિકારીએ કહ્યું કે ધમણ-1 વેન્ટીલેટર છે જ નહીં. આ આઈસીયુ વેન્ટીલેટર નથી અને અનિવાર્ય સંજોગોમાં જ ઉપયોગમાં લેવા તબીબોને કહેવાયુ હતું. દર્દીને વેન્ટીલેટર પર મુકતા પુર્વે વચગાળાના ઉપયોગ તરીકે ધમણ-1ને વાપરી શકાય છે. અલબત, તે માટે પણ પ્રથમ પરીક્ષણ કરવુ પડે તેમ છે. એક અધિકારીએ કહ્યું કે ધમણ-1 પુર્ણ વેન્ટીલેટર ન હોવાનું સરકારને અગાઉ જ કહી દેવાયુ હતું.

અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પીટલના વડા ડો. જયપ્રકાશ મોદીએ કહ્યું કે સરકારે અમારી પાસે જરૂરીયાત પુછી હતી અમે વેન્ટીલેટર માંગ્યા હતા. હાઈ એન્ડ વેન્ટીલેટરનું માંડ ચેન્જ કરી શકાય. વાયપેપના દર્દીને તેના પર મુકી શકાય. ધમણ બાયપેપનું હાયર વર્ણન છે. દર્દીને ઈનકયુબીક કરવા ઉપયોગી થઈ શકે. માત્ર સપોર્ટીંગ ટ્રીટમેન્ટ આપી શકાય. હાઈ ફલો ઓકસીજન આપી શકાતો નથી. ધમણમાં હાઈફલો મીટર લગાવવાની જરૂર પડે છે. ધમણનો ઉપયોગ સામાન્ય-શ્વાસની તકલીફમાં જ થઈ શકે. વેન્ટીલેટર જેવું ફંકશનીંગ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો