Placeholder canvas

દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ હાઈકોર્ટે શરતી જામીન મંજુર કર્યા.

પણ રાણાને રાજકોટમાંથી રહેવું પડશે 183 દિવસ તડીપાર…

રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં એક પછી એક તેમની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતા છેલ્લા બે મહિનાથી જેલમાં છે. ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ 13 દિવસ પહેલા કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે આખરે અમદાવાદ હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જમીન મંજુર કર્યા છે અને તેના 6 માસ સુધી એટલે કે 183 દિવસ સુધી રાજકોટ પ્રવેશ પણ પ્રતિબંધ મુક્યો છે.

કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથીતૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

આ સમાચારને શેર કરો