Placeholder canvas

જન્મદિવસ,એનીવર્સરી,તમારા પ્રિયજનોની પુણ્યતિથિ જરૂરતમંદ બાળકો સાથે ઉજવીને સહભાગી થવો.

રાજકોટમાં નિ: સ્વાર્થ ભાવે સેવા આપતો યુવાન સાગર દોશી દ્વારા છેલ્લા 4 વર્ષથી ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. ” UDN_HELP ” દ્વારા હાલના સમયમાં ઘણા બધા અભિયાનો ચલાવવામાં આવે છે, આ અભિયાનો માં કપડાં વિતરણ, ધાબળા વિતરણ, સ્વેટર વિતરણ, ચપ્પલ વિતરણ અને સીઝન ના આધારે આવા ઘણા બધા અભિયાનો ચલાવવામાં આવે છે.

સેવાભાવી સાગરભાઈ દોશી દ્વારા જરૂરિયાતમંદ ઝૂપડપટ્ટીના બાળકોને ફ્રી શિક્ષણ અને તબિયતને ધ્યાનમાં રાખીને દરરોજ બાળકોને જમાડવામાં આવે છે અને એમાંથી હોશિયાર બાળકોને સારી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવડાવી ભણાવવામાં આવે છે. તથા 400 થી વધારે બાળકોને ગરીબવર્ગ કે પછી ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં ત્યાં જયને ફ્રી શિક્ષણ આપી રહ્યા છે અને તમારો જન્મદિવસ,એનીવર્શરી,તમારા પ્રિયજનો ની પુણ્યતિથિ આ બાળકો સાથે ઉજવિને સહભાગી થઈ સકો છો.

આ એક સેવાકીય પ્રવૃતિમાં જે દાતાઓ સહકાર આપવા ઇચ્છતા હોય તેઓએ સાગરભાઈ દોશી ના મો. નં. 79907 74544 પર સંપર્ક કરવો અને એમના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ UDN_HELP પર તમે સેવાકીય પ્રવૃત્તિના દરેક વિડિયો જોઈ શકો છો.

આ સમાચારને શેર કરો