Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે રાતાવીરડા ગામની સીમમાં દરોડા પાડતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.જ્યારે આરોપી સ્થળ પર હજાર નહિ મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસ સબ ઇન્સ્પેક્સ્ટ બી.પી.સોનારાને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં પાનેલી જવાના રસ્તે ખરાબામાં આરોપી રસીક છનાભાઇ અબાસણીયા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૨૦૦૦ કિમત રૂપિયા ૪૦૦૦, દેશી દારૂ કુલ લીટર-૬૦૦ કિમત રૂપિયા ૧૨,૦૦૦, દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો કિમત રૂપિયા ૧૦,૯૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૬,૯૦૦ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે રેઇડ દરમ્યાન રસીક છનાભાઇ અબાસણીયા મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આરોપી રસીકને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસના બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા દીનેશભાઇ લોખીલ સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા

આ સમાચારને શેર કરો