Placeholder canvas

વાંકાનેર: જુના પોલીસ સ્ટેશનની બાજુમાં કેબિનમાં ગાંજાનું વેચાણ થતું.!!

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગની દીવાલને અડીને આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટની સામે જાહેર રોડ પર આવેલી ચા-પાન-બીડીની કેબિનમાં ગાંજાનું વેચાણ થઈ હોવાની વાંકાનેર સીટી પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાંથી ૬૨ વર્ષીય કેબિન સંચાલક નુરમહમદ હાજીભાઇ મકવાણા મળી આવ્યા હતા અને કેબિનની તલાશી લેતા તેમાંથી રૂપિયા ૨૦૦૦ની કિંમતનો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો ૨૦૦ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રૂપિયા ૫૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ૧૫૦, રૂપિયા ૫૦૦ની કિંમતનો ડિજિટલ નાનો વજન કાંટો અને જેમાં ગાંજો ભરવામાં આવતો તે ખાલી થયેલ પ્લાસ્ટિકની તથા છાપાના તથા સફેદ કાગળની પડીકીઓ અને પડીકી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા છાપા અને સફેદ કાગળ સહિત પોલીસે કુલ રૂપિયા ૩૧૫૦નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને આરોપી નુરમહમદને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો