Placeholder canvas

વાંકાનેર: વિરપરમા દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 23,980નો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી લીધો હતો. જ્યારે ત્રણ આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં સોરસગો નામે ઓળખાતી સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા આરોપી મુકેશ રામજી મકવાણાની વાડીના શેઢે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 2000 લીટર ઠંડો આથો, 400 લીટર ગરમ આથો, 80 લીટર ગરમ અને 200 લીટર ઠંડો દેશી દર, ગેસના બાટલા નંગ 6 સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 23,980ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ રામજી મકવાણાની ધરપકડ કરી હતી.

વધુમાં દેશી દારૂ બનાવવાના કારખાના જેવી ગેરકાયદે ભઠ્ઠી ચલાવવામાં આરોપી મુકેશ ઉપરાંત મનીષ રામજી મકવાણા, જયેશ ટોટા અને ગણેશ મોહન મકવાણાના નામ ખુલતા પોલીસે ત્રણેયને ફરાર દર્શાવી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો