Placeholder canvas

વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરનાર આરોપી 12 વર્ષે જામકંડોરણાથી ઝડપાયો 

વાંકાનેર નજીક આવેલા ક્રિષ્ના પેટ્રોલ પંપ માં 12 વર્ષ પૂર્વે લૂંટ ચલાવનાર આરોપી ફરાર હતો તેમને 12 વર્ષ બાદ પકડવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા રહે.ઉબેરાવ, જામ્બુઆ,મધ્યપ્રદેશ વાળો હાલમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે હોવાની બાતમીને આધારે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

આ સમાચારને શેર કરો