વાંકાનેર: લુખ્ખાઓના ત્રાસથી આપઘાત કરનાર વિધાર્થિનીના પરિવારને ન્યાય આપવાની માંગ
વાંકાનેરના દિગ્વિજયનગર પેડક માં રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી છાત્રાએ ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.
મૃતક યુવતીના પિતા રતિલાલ ગોવિંદભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે કે આરોપી ગૌરીબેન કેસુભાઈ ઉભડીયા, રાહુલ રમેશભાઈ વોરા બંને રહે પેડક, જીતેન્દ્ર અરજણભાઈ મકવાણા રહે. સીંધાવદર તેમજ પરમાર અખીલ નામથી ખોટું ફેસબુક આઇડી બનાવનાર અજાણી વ્યક્તિએ મૃતક યુવતીનો વિડિયો મોબાઈલ માં ઉતારી ખોટું ફેસબુક આઇડી બનાવી ફરિયાદીની દીકરીને બદનામ કરવાની ધમકી આપી તેમજ આ લુખ્ખાઓએ ગેંગ રેપ કરવાની કોશિશ કરી વારંવાર હેરાન પરેશાન કરતાં હોય જેના કારણે છાત્રાને આપઘાત કરવા મજબૂર કરતાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૩૫૪સી, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.
આજે વાંકાનેર નગરપાલિકા સંચાલિત ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ તેમજ કેટલીક મહિલાઓ વાંકાનેર શહેર પોલીસ મથકના પી.આઈ એચ.એન.રાઠોડ અને પીએસઆઇ પી.સી.મોલ્યા સમક્ષ આપઘાત કરવા મજબુર કરનાર વ્યક્તિ સામે કડક હાથે કામ લઇ ને મૃતક વિદ્યાર્થીનીના પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી. જેમને પી.આઇ.રાઠોડે સાંભળીને ખાતરી આપી હતી કી ગુનેહેગારોને બક્ષવામાં નહી આવે તેમજ મૃતક પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
જુવો વિડિયો…
કપ્તાનની youtube ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પૂસ કરો….
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…