વાંકાનેર: યુવતીને આત્મહત્યા માટે મજબુર કરનાર મહિલા સહિત ચાર ઝડપાયા

વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના અને હાલ દિગ્વિજયનગર, પેડક સોસાયટી વાંકાનેર ખાતે રહેતા રતિલાલ ગોવિંદભાઇ વોરાએ પોતાની પુત્રી સોનલબેનને યેનકેન પ્રકારે શારીરિક, માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરનાર એક મહિલા સહિત ચાર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રતિલાલ વોરાએ પોતાની પુત્રી સોનલબેન ઉં.વ.20ને આરોપીઓએ બદનામ કરવાની ધાક ધમકી આપી, ગેંગરેપ કરવાની કોશિશ કરી અવાર નવાર પરેશાન કરતા હોવાથી પોતાની પુત્રીએ જાતે શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા શરીર પર સખ્ત રીતે દાઝી ગઈ હતી. પુત્રીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

રતીલાલની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ ગૌરીબેન કેશુભાઈ ઉભડીયા, રાહુલ રમેશ વોરા, જીતેન્દ્ર અરજણ મકવાણા અને મનોજ આલજીભાઈ પરમાર ઉર્ફે અખીલ પરમારને શોધી કાઢી ચારેયની અટકાયત કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો