Placeholder canvas

ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮+ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની લોકોની માંગ

By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા : મોરબી જિલ્લામાં 18થી 44 વર્ષના યુવા નાગરિકોને કોરોના વેકસીનેશનમાં આરોગ્ય વિભાગ હળહળતો અન્યાય કરી રહ્યું છે. ટંકારા શહેરની મોટી વસ્તી ઉપરાંત આજુબાજુના ગામડાની પ્રજાનો ખ્યાલ રાખી ટંકારા સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર આપવાને બદલે રોજેરોજ દૂર-સુદૂરના ગામડામાં રસીકરણ સેન્ટર ફેરવવામાં આવતા રસીકરણમાં છલકછલાણીની રમત જેવી લોકોને પ્રતીતિ થઈ રહી છે.

4 જૂનથી મોરબી જિલ્લામાં 15 સેન્ટર ખાતે 18થી 44 વર્ષના નાગરિકો માટે રસીકરણ શરૂ થયું છે પરંતુ ટંકારા તાલુકો જાણે અળખામણો હોય તેમ અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮+ કોવિડ રસીની સુવિધા શુન્ય છે. યુવાધનને રોજ જુદા-જુદા કેન્દ્ર ખાતે ધખ્ખા ખાવા પડે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ટંકારા હોસ્પિટલમાં ૪૫+નુ બેનર લગાવી રસીકરણ ચાલુ રખાયું છે પરંતુ ગણ્યા-ગાંઠ્યા લોકો જ આવતા હોય ડોક્ટરો હવા ખાઇ છે.

બીજી તરફ આખા ટંકારા તાલુકામાં શહેરને બાદ કરી માત્ર બે જગ્યા પર કોવિડ રસિકરણ ચાલુ છે. એમા પણ સાવડીથી નેસડા અને નેસડાથી નેકનામ છલક છલાણુ થઈ રહ્યું છે. જો કે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આ સુવિધા નામે શુન્ય છે. ત્યારે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮+ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાએ સ્થાનિક ચૂંટણીમાં સતાધારી પક્ષને ધારી સફળતા અપાવી છે છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ટંકારાને થઈ રહેલા અન્યાય બાબતે મૌન ધારણ કરીને બેસી જતા ભોગવવાનો વારો યુવાધનનો આવ્યો હોવાની રાડ પણ ઉઠવા પામી છે.

મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રના તાજા સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યૂઝની એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો