વોટ્સએપમાં મુસ્લિમ સમાજ વિરોધની પોસ્ટ કારનાર ભુજના ડૉ.આનંદ ચૌધરી સામે પગલા લેવાની માંગ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
વોટ્સએપ ગૃપમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય એવી પોસ્ટ નાખવા બદલ ભુજના ડોક્ટર આનંદ ચૌધરી સામે પગલા લેવા અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા પશ્ચિમ કરછ એસ.પી.ને રજૂઆત કરીને કાયદેસરના પગલાં લેવાની લેખિતમાં માંગ કરવામાં આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાએ કરછ પોલિસવડાને સંબોધીને કરાયેલ અરજીમા જણાવ્યું હતુ કે ઇન્ડિયન મેડીકલ એશોસીએશન ભુજ નામના વોટસેપ ગૃપમાં ભુજના ડો.આનંદ ચૌધરી દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એમા એવુ જણાવ્યું છે કે આ વિડિયો “નિઝામુદ્દીન મર્કઝ”નો છે અને જમણવાર ચાલુ છે અને વાસણ ધોવાવાળા કોરોના વાયરસની બિમારી ફેલાવી રહ્યા છે અને ‘ભારતમે કોરોના ફેલ નહી રહા લેકીન ફૈલાયા જા રહા હૈ’ ઈસકા ઉદાહરણ નિઝામુદ્દીન મર્કઝ ખાલી બર્તન જુઠા કરતે હુએ…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/20200328_131229_copy_432x393.jpg)
હકીકતમા આ વિડીયો જુનો છે અને વહોરા સમાજનો છે આ વિડિયોનૈ નિઝામુદ્દીન મર્કઝ નો હોવાનુ કહીને મુસ્લિમ સમાજનૈ ટારગેટ બનાવી હિન્દુ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેથી ડો.આનંદ ચોધરી પર કાયદેસરની કાર્યવાહી કરવાનિ4 અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા દ્વારા અરજીમા માગ કરાઈ છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના સંગઠન મંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)