માળિયા: હંજીયાસર ગામે બમ્પ બનાવવા બાબતે મારામારી
માળિયા તાલુકાના હંજીયાસર ગામે શેરીમાં બમ્પ બનાવવા બાબતે પાડોશી વચ્ચે બોલાચાલી થતા ચાર શખ્સોએ યુવાનને કુહાડી અને લાકડી વડે માર મારતા તેને ઈજા થઇ હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયાના હંજીયાસર ગામે રહેતા સલીમભાઈ જુસબભાઈ માણેકના ભત્રીજા સાથે આરોપી જુસબભાઈ ઇલ્યાસભાઈ જંગીયા, સિકંદર જુસબભાઈ જંગીયા અને સલીમ જુસબભાઈ જંગીયાએ બમ્પ બનાવવા બાબતે બોલાચાલી કરતા હોય દરમિયાન ફરિયાદી સલીમભાઈ સમજાવતા હતા ત્યારે આરોપી સલીમ જંગીયાએ માથામાં કુહાડીનો ઘા કરી આરોપી સિકંદર જંગીયાએ ફરિયાદી સલીમ તથા સાહેદને લાકડી વડે મુંઢ માર મારી આરોપી જુસબ જંગીયા, સિકંદર જંગીયા, સલીમ જંગીયા અને જુમો મોવરએ એક સંપ કરી ફરિયાદી સલીમમાણેકને તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સલીમ માણેકએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.