દેવભૂમિ દ્વારકા: ભાટીયા ગામના સતવારા સમાજના યુવાન પરસોત્તમ કચેટિયાનો સંગીત પ્રેમ

વધુ લોકો સુધી સંગીત પહોંચાડી,જાગૃતતા લાવી, સંગીતનો વારસો જાળવી રાખવાની મહા મહેનત કરતો ભાટિયાનો યુવાન

દેવભૂમિ દ્વારકા: જામ કલ્યાણપુર તાલુકાનું ભાટીયા ગામ ભાટીયા ગામના સતવારા સમાજના યુવાન પરસોત્તમભાઈ કચેટિયા તેઓ સંગીત વિશારદની પદવી ધારણ કરેલ છે. આજના આધુનિક યુગમાં પશ્ચિમની સંસ્કૃતિ અને પૉપ સંગીતને વળગેલી આજની આ યુવા પેઢી સંગીતનું મહત્વ જાણતી નથી. છતાં આ યુવાન જિલ્લાના ગામડાના છેવાડાના બાળકો અને યુવાનો ને સંગીતની તાલીમ આપવા અને માર્ગદર્શન પૂરું પાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

પરસોતમભાઈ એ સંગીતમાં એ પૂરતા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે અને તેઓએ ઘણા બધા સર્ટિફિકેટ અને સન્માન પત્ર મેળવ્યા છે.(1) દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં ભાટીયા ગામ માં આવેલ LNP સંગીત નો સન્માન પત્ર પ્રાપ્ત કરેલ છે(2) કલા મહાકુંભ 2018 હોય જૂથમાં તબલા વાદક 22 થી 59 (3) શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માનપત્ર પ્રાપ્ત કરેલ છે(4) કલા મહાકુંભ 2018 માં 22 થી 66 વય જૂથના તબલા વિભાગમાં સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. (6) અંધજન સેવા ટ્રસ્ટ વેરાવળ અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા પરીક્ષા 70% પાસ કરેલ છે. (7) અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ મુંબઈ શિક્ષા પ્રાપ્ત કરિને 69% ટકા પ્રાપ્ત કરેલ છે (8) અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ કેન્દ્રએ સર્ટિફિકેટ મળેલ છે.

આજના યુવાનો સંગીતનું કોઈ મહત્વ નથી જાણતા ત્યારે ભાટીયા ગામનો યુવાન પોતાના જ ખર્ચે ગામડે શહેરે જિલ્લાએ તમામ જગ્યાએ પોતે સંગીતનો કાર્યક્રમ પોતાના જ ખર્ચે રાખે છે. આમ લોકોને સંગીત પીરસીને સંગીત વિશે માહીતિ આપી સંગીતમાં રુચિ લેતો કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આવા સંગીતકારને સરકાર કે કોઈ સંસ્થા દ્વારા પ્રોત્સાહન મળવું જોઇએ જેથી તે સંગીત માટે વધુ સારી કામગીરી કરી શકે અને આપણો સંગીતનો વારસો જળવાઇ રહે. એ માટે સ્વૈચ્છિક સંસ્થાએ આગળ આવી આ ભાટિયાના યુવાનને સપોર્ટ માટે આર્થિક સહાય કરવી જોઈએ..

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો