Placeholder canvas

ટંકારા: દયાલજી આર્યને 5 લાખ રૂપિયા આર્યસમાજ ટંકારાને અર્પણ કર્યા.

By જયેશ ભટાસણા -ટંકારા
ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન ટંકારાના દયાલજી આર્યને પ્રદાન કરવામાં આવ્યું, સન્માન અર્થે મળેલ 3 લાખ ધનરાશિ સાથે પોતાના 2 લાખ ઉમેરી પાચ લાખની રકમ આર્યસમાજ ટંકારાને અર્પણ કરી.ગુજરાતના મહામહીમ આચાર્ય દેવવ્રતજી ઓનલાઈન રહા ઉપસ્થિત, અનેક નામી હસ્તીઓ હાજર રહી.

સંસ્કૃત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ કરનાર ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુનિ)ને પસંદ કરાયા હતા . જે અંતર્ગત દયાલ મુનિના ગૌરવ સન્માન સમારંભનું આયોજન આજ રોજ તા.૦૯ જુલાઇ, ૨૦૨૧ને શુક્રવારે ટંકારા આર્ય વિદ્યાલયમ્ ખાતે રાખેલ જેમા રાજભવન, ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દયાલ મુનિનું સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન સાથે 1 લાખ ધનરાશિ અર્પણ કરી હતી. આ ઉપરાંત રાજભવન તરફથી પણ 2 લાખ રૂપિયાની ધન રાશિ અધ્યક્ષના વરદ હસ્તે આપી હતી. કાર્યક્રમમાં ડો. હિમ્મતભાઈ ભાલોડિયા. RSS મોરબી જીલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓ આર્યસમાજ ટંકારાના આર્યવીર અને વિરાગંના ઉપસ્થિત રહ્યા હતા.

વાનપ્રસ્થાશ્રમ જીવન નિર્વાહ કરતા મુનીદયાલજી આર્યના જીવન ઝરમર ઉપર નજર કરી તો સામાન્ય દરજી પરીવાર માથી આવતા બાળક સિલાઈ કામ અર્થે 14વર્ષ અભ્યાસથી અળગા રહ્યા. પરંતુ પુસ્તક વાંચવાનો શોખ હોય ફરી પાટી-પેન હાથે લેવા પ્રેરણા આપી અને પ્રોફેસર પિ એચડી ડીલીટની પદવી મેળવી. તેમણે પ્રોફેસર હેડ ઓફ મેડિટેશિન કુંવરબા આર્યુવેદીક મહાવિદ્યાલય જામનગર ફરજ બજાવી. રીટાયડ બાદ અનેક પુસ્તકો લખ્યા ચાર વૈદ્યનું ગુજરાતી ભાષામાં રૂપાંતરિત કર્યુ ટંકારા શહેરની આર્ય ચિકિત્સા વિનામૂલ્યે સારવાર કરી હજારો દર્દીને દરદમુકત કર્યા અને આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

2008 મા આર્યુવેદ ચુડામણી એવોર્ડ મહામહીમ ગુજરાત રાજ્ય નવલ કિશોર શર્મા હસ્તે મેળવ્યો. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રાજકોટ દ્વારા મળ્યો આર્ય સમાજ મુબઈ દ્વારા કર્મયોગી પુરસ્કાર રોઝડ સાધક આશ્રમ. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સહિત અનેકોનેક સન્માન એમને મળ્યા છે.

આ સમાચારને શેર કરો