Placeholder canvas

વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થો સાથે એક ઝડપાયો

By શાહરૂખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા બાબા રામદેવ હોટલ ના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા રહેહાલ બાબા રામદેવ હોટલમા મુળ રહે.રાજસ્થાન વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામા ગે.કા.ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘાટી રાખી તેમાંથી વેચાણ કરતો હોય તેવી ચોકકસ બાતમી મળતા ઉપરોકત જગ્યા એ રેઇડ કરતા બાબા રામદેવ હોટેલ ના પાછળ ના ભાગે ખરાબા ની જમીન માંથી ભારતિય બનાવટ ની 750 મિલીની શીલપેક બોટલો નં-૭૦ કીરૂ ૨૬૨૫૪ તથા બિયરની 500 મિલીની બોટલ નંગ-૧૫ કીરૂ ૧૫૦૦/- તથા એક મોબાઈલ કીરૂ.૧૦૦૦/- ના સાથે આરોપી મદનલાલ નરસીહ રામ જાતે-મીણા ઉવ.૨૫ ધંધો-સિક્યુરીટી રહે હાલ વધાસીયા ટોલનાકા પાસે મેટાઇલ્સ સીરામીકમા જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલમા રહે.મુળ ઢોલારોડ માંડલ તા .જી.પાલી (રાજસ્થાન) વાળા ઉપરોકત કુલ મુદામાલ ર૮૭૫૦/- નો પોતાના કબ્જા માં રાખી મળી આવતા વાંકાનેર સીટી પો.સ્ટે માં પ્રોહીબિશન નો ગુન્હો રજીસ્ટર કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એન.રાઠોડ તથા એ.એસ.આઇ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ ભરતભાઈ આપાભાઈ ખાંભરા તથા દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહઝાલા ,કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી ના ઓ દ્રારા કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો