Placeholder canvas

ટંકારા પહોંચેલી BSFના જવાનોની સાયકલ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયુ.

By Jayesh Bhatasaniya -Tankara

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયતિ નિમિતે પોરબંદરથી નીકળેલી સાયકલ યાત્રા દિલ્હી જશે : આજે આ સાયકલ યાત્રા ટંકારા આવતા મોરબી જીલ્લા પોલીસ દ્વારા સ્વાગત કરાયું.

ટંકારા : ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મહાત્મા ગાંધીજીની 150 જન્મજ્યંતી નિમિતે દિલ્હી જવા નીકળેલી બીએસએફના જવાનોની સાયકલ યાત્રા આજે ટંકારા આવી પહોંચી હતી.આ સાયકલ યાત્રાનું મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાધેલા તથા સ્થાનિક અધિકારો અને અગ્રણીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બીએસએફના 500 જેટલા જવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતી વર્ષ નિમિતે ગાંધીજીના સત્ય,અહિંસા અને નશાબંધીના વિચારોની જનજાગૃતિ લાવવા માટે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી દિલ્હી સુધી સાયકલ યાત્રા કાઢવામાં આવી છે.આ સાયકલ યાત્રા આજે ટંકારા ખાતે આવી પહોંચી હતી.ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા દ્વારા સાયકલ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કમાન્ડર ત્રિવારીજીનું ઓમ વિદ્યાલયની બાળાઓ દ્વારા ત્રિરંગો લહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ગુરૂકુલ ના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને રમેશ મહેતા એ દયાનંદ સરસ્વતી ના પુસ્તક ભેટ સ્વરૂપે આપી હતી.

આ પ્રસંગે ડીવાયએસપી બન્નો જોશી, પ્રાંત અધિકારી અનિલ કુમાર ગૌસ્વામી, મામલતદાર પંડયા, ટંકારા પીએસઆઇ એલ.બી.બગડા, પ્રતિષ્ઠિત આગેવન રમેશભાઈ ગાંધી, માજી સરપંચ ધમેન્દ્રભાઈ ત્રિવેદી, ભુપતભાઇ ગોધાણી, સલીમભાઈ તથા મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહી બીએસએફના જવાનોનું સ્વાગત કરી તેમની સાઇકલ યાત્રા ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ બીએસએફના જવાનો માટે વિશ્રામ અને ભોજનની ટંકારા આર્યસમજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

આ સમાચારને શેર કરો