કળયુગી મામા: દાહોદમાં ૬ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરી કરી હત્યા
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં કૌટુંબીક મામાએ જ ૬ વર્ષીય બાળા (કુટુંબી ભાણેજ)નું અપહરણ કરી પાશવી દુષ્કમ ગુજાર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ બાળકીની લાશને નજીકના જંગલ જેવા વિસ્તારના ઝાંડી ઝાંખરામાં ફેંકી દેતા ગ્રામજનોમાં આ નરાધમ સામે ફીટકાર સહિત રોષની લાગણી ભભૂકી ઊઠી છે.
બનાવની પ્રાપ્ત માહીતી મુજબ ગરબાડા નગરમાં તળાવ ફ્ળિયામાં રહેતા એક દંપતિને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં એક ૮ વર્ષીય છોકરો, ૬ વર્ષીય બાળા અને ૪ વર્ષીય બાળા એમ ત્રણ સંતાનો છે. આ દંપતિ આ દિવાળી વખતે સુરેન્દ્રનગર ખાતે મજુરી કામ અર્થે ગયુ હતું.
તેઓ પોતાની ૪ વર્ષીય પુત્રીને સાથે લઈ ગયા હતાં. જ્યારે આ સંતાનો પૈકી ૮ વર્ષીય બાળક અને ૬ વર્ષીય બાળાને દંપતિએ ગરબાડા નગરમાં તળાવ ફ્ળિયામાં રહેતા પોતાના સાસુ અમદુબેન શકરાભાઈ બીલવાળના ઘરે મુકી ગયા હતાં. ત્યારથી જ બંન્ને સંતાનો પોતાની નાની ત્યા રહી ગામની જ એક શાળામાં અભ્યાસ કરતા હતાં. જેમાં ૬ વર્ષીય બાળા ધોરણ ૧માં અભ્યાસ કરતી હતી.