જાગતે રહો: વાંકાનેરમાં શિક્ષકના મકાનમાંથી ૨,૭૮ લાખની ચોરી.

વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ

વાંકાનેર શહેર જાણે તસ્કરો માટે ચોરી કરવાનું હબ બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે પોલીસના ડર વિના બેખોફ બનેલા તસ્કરો અવાર નવાર ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે વધુ એક ચોરીની ઘટનાઓ સામે આવે છે જેમાં દિવાનપરા વિસ્તારમાં રહેતા શિક્ષકના મકાનમાંથી તસ્કરો ૨,૭૮,૫૦૦ ની માલમતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ ભારત ઓઈલમિલ પાછળ રહેતા અને ગોંડલની વિદ્યામંદિર હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ હમીરભાઈ નંદાણીયાના ઘરનો દરવાજો તોડી સોનાના દાગીના સહિત ૨,૭૮ લાખના માલમતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો.

જેમાં ગત તા.૩૧ જાન્યુઆરીના રોજ તેમના પરિવાર સાથે રાજકોટ પોતાના વિદ્યાર્થીના લગ્ન પ્રસંગે ગયેલ શિક્ષક દંપતીના ઘરમાં પાછળથી તસ્કરો હાથફેરો કરી ગયા હતા જેમાં આશરે ૧૦ તોલાના સોનાના દાગીના કિં. ૨,૬૨,૫૦૦ તથા સેમસંગ કંપનીનું ૫૦૦૦ ની કિંમતનું કલર ટીવી તેમજ ૧૦,૦૦૦ રોકડા મળી ૨,૭૮,૫૦૦ની માલમતાની ચોરી થયાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશને નોંધાઈ છે..

જ્યારે વાંકાનેર શહેરમાં ચોરોનો તરખરાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે શહેરી વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યારે પોલીસ તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી વધતી જતી ચોરીની ઘટનાને ડામવા કોઈ કાર્યાવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો