મિતાણાનો હાઈવે બ્લોક કરવાની ચીમકી કોણે આપી? જાણવા વાંચો

By જયેશ ભટાસણા – ટંકારા
રાજકોટ મોરબી રોડના મિતાણાનો ખખડધજ ઓવરબ્રિજનો સર્વિસ રોડ શનિવાર સુધીમાં કાળો ડિંબાગ નહી થાય તો હાઈવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી છાશવારે થતો ટ્રાફિક જામ માથી મુકતી અપાવવા નેતાઓ મેદાનમાં ઉતાર્યા

આગામી બે દિવસમાં મોરબી બાયપાસ ટંકારા ચોકડી અને મિતાણા ચોકડીના સર્વિસ રોડ રીપેર થઇ જશે : સાઈટ ઈન્જીનયર બાસિદા

હજારો વાહનોની અવરજવર વાળા રાજકોટ મોરબી કરછ વાકાનેર જામનગર જીલ્લાને જોડતો મુખ્ય રસ્તો ટંકારાથી પ્રસાર થાય છે જ્યા લગભગ ચારેક વરહથી રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ચાલુ છે જેમા અનેક નિર્દોષના જીવ પણ હોમાઈ ગયા છે એવા કાળ ચોઘડિયાંના મુહૂર્તે શરૂ થયેલ કામ રાહદારીઓ માટે છાશવારે મુશ્કેલ બની ઉભો રહે છે.

ગઈ કાલે રવિવારની રજાના દિવસે મિતાણા ચોકડીએ ઓવરબ્રિજના સર્વિસ રોડ પર હેવી બોઈલટ ગલગોઠીયુ મારી જતા રીતસર ૫ કલાક સુધી સજ્જડ ટ્રાફિક જામ થઇ ગયો હતો અને હજારો વાહનો ફસાઈ ગયા હતા ત્યારે આ અંગે સમાચારો પ્રસિધ્ધ થતા કહેવાતા નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને કામગીરી નિયમોનુસાર કરાવવા કવાયત હાથ ધરી છે જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધી ટંકારા અને મિતાણા સર્વિસ રોડ સડસડાટ ચાલે એવુ કરવા સુચના આપી જો કામ નહી થાય તો હાઈવે પર ચક્કાજામ કરી દેવાની ધમકી આપી છે

ચિમકીને પગલે હાઈવેનુ નિર્ભર અને નકટુ તંત્ર દોડતું થયું છે આ અંગે આ કામના ઈન્ચાર્જ રીટાર્યડ ઈન્જીનયર બાસિદા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મિતાણા ડાબી બાજુ જમીન સંપાદન મામલો બિચક્યો છે અને ત્યા સુધી જમણી બાજુ પર વાહન ડ્રાયવ્ટ કરાયા છે પરંતુ બે ત્રણ દિવસમાં રાજકોટ મોરબી રોડ પરના ત્રણેય ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે નુ આપણી સાથે વાત કરતા જણાવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે જે જમીન સંપાદનની વાત બાસિદા કરે છે એ કાગળો કલેકટર પાસે હોવાનું જાણવા મળ્યું છે અને રાજકીયજોરે સંપાદનમા રોળા નખાઈ રહાનુ આધિકારિક સૂત્રોએ જણાવ્યું છે પરંતુ આ અંગે હવે વિધાથી એકતા સંગઠન મેદાને પડ્યા છે અને લિગલ એડવોકેટ રાખી તમામ પેપરો મેળવી આ મુદે ન્યાય તંત્રના દ્વારા ખખડાવાની તૈયારી હાથ ધરી છે ત્યારે પ્રજાની પરેશાન કરવા કોણ રસ ધરાવે છે એ ઉધાડુ થઈ જશે.

આ સમાચારને શેર કરો