Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમા આજે પલાસ અને પંચાસીયા મંડળીના મતોની ગણતરી કરાય

આજે મતગણતરી થઈ પણ હાઈ કોર્ટના હુકમ મુજબ પરિણામ અનામત રાખવામાં આવ્યું…

આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની થયેલી ચૂંટણીમાં વિવાદિત પલાસ અને પંચાસીયા મંડળીના મતોની ગણતરી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી આ મતગણતરી હવે આગામી તારીખ 14 6 2019 ના રોજ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ અનુસંધાને કોર્ટ નિર્ણય કરશે.

આજે પલાસ મંડળીમાં ફુલ 18 મતો અને પંચાસિયા મંડળીના કુલ 10 મતોની ગણતરી કરવામાં આવી હતી. અમોને મળેલી માહિતી મુજબ પંચાસીયા મંડળીના દશે દશ મતો પેનલ ટુ પેનલ કોંગ્રેસને મળ્યા છે. જ્યારે પલાસ મંડળીમાં 1 મતદારે ક્રોસ કર્યું હતું તેમને ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર ગુલમહંમદભાઈ બ્લોચને કાપીને કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો. જ્યારે અન્ય એક મતદારે 8 મત આપ્યા હતા અને તેમાં પણ ગુલમહંમદભાઇ બ્લૉચ કપાયા છે.

હવે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર ગુલમહંમદભાઈ બ્લોચ અને જલાલભાઇ શેરસીયાને બન્ને સરખા મત થયા છે. આ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં છે હવે પછી આ બાબતે હાઈકોર્ટ નિર્ણય લેશે અને ત્યાર પછી જ પરિણામ જાહેર થશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો