skip to content

અમદાવાદમાં 6 દિવસમાં 150થી વધુ લોકોના મોત, 1700થી વધારે સંક્રમિત

ગુજરાતમાં સૌથી વધારે પોઝીટીવ કેસ અમદાવાદમાં આવ્યા છે. અમદાવાદમાં આજે વધુ 289 પોઝીટીવ આવતાં અમદાવાદમાં 14 હજાર નજીક પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 6 દિવસમાં 1787 પોઝીટીવ આવ્યા છે. તો 150થી વધુ લોકોના મોત થયા છે. અમદાવાદમાં અનલોકમાં ખૂબજ વકર્યું છે. અમદાવાદમાં આજે નવા 289 પોઝીટીવ આવતા કુલ આંક 13967 થયો છે. અમદાવાદમાં વધુ 26 લોકોના મોત થતાં મોતનો આંક 994 થયો છે. અર્થાત અમદાવાદમાં 1000 લોકોના મોતનો આંક નજીક પહોંચી ગયો છે.

ગુજરાતમાં મોતની સંખ્યા પણ 1,200ને પાર

ગુજરાતમાં કોરોના મહામારી સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોના અટકવાનું નામ લેતો નથી. ગઈ કાલે 510 પોઝીટીવ આવ્યા બાદ વધુ નવા 500 નજીક પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો આંક ઝડપથી 20 હજારને પાર થઈ જશે. ગુજરાતમાં નવા 498 પોઝીટીવ આવતાં અત્યાર સુધીના કોરોના પોઝીટીવ આંક 19617 થઈ ગયો છે. ગુજરાતમાં મોતની સંખ્યા પણ 1,200ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં આજે વધુ 29 લોકોના મોત થતાં કુલ આંક 1219 થયો છે. અમદાવાદમાં વધુ 26 લોકોના મોત થતાં મોતનો આંક 994 થયો છે. અર્થાત અમદાવાદમાં 1000 લોકોના મોતનો આંક નજીક પહોંચી ગયો છે.

દેશમાં 2.36 લાખથી વધુ નોંધાયા કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. એક સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યા 61 હજાર જેટલી વધી છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાના કારણે ભારત દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં છઠ્ઠા ક્રમે આવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 36 હજારથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે 6 હજાર 649 લોકોના મોત થયા. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 80 હજાર 229 કેસ અને 2 હજાર 849 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 28 હજાર 697 કેસ.. તો દિલ્હીમાં 26 હજાર 334 કેસ અને 708 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 19 હજાર 119 કેસ અને 1190 લોકોના મોત થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો