CM રૂપાણીનો સાવચેતીના ભાગરૂપે આજે કરવામાં આવશે કોરોના ટેસ્ટ

અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ મંત્રીઓ અને અધિકારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે આવા સમયે ઈમરાન ખેડાવાલાએ જે પણ મંત્રીઓ અને અધિકારીઓને મળ્યા હતા, તે લોકો પણ ચિંતા સ્વાભાવિક હોય.

બુધવારે કરાવશે ટેસ્ટ

આ મામલે ગુજરાતના સીએમ વિજય રૂપાણી બુધવારે કોરોનાનો ટેસ્ટ કરાવશે. સાવચેતીના ભાગરૂપે આ કરી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. આજે તેમની અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જેમને ક્વોરેન્ટાઇન મોકલવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્યનો કોરોના પોઝિટીવ આવ્યો

અધિકારીઓના જણાવ્યા મુજબ સાવચેતીના ભાગરૂપે સીએમ વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ કરાશે. ઇમરાન ખેડાવાલા સાથેની બેઠકમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા સીએમ અને કેટલાક વરિષ્ઠ પ્રધાનોને સાવચેતીના પગલા લેવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો