સુરત: લોકડાઉનમાં વધારો થતા હજારો પરપ્રાંતિય લોકો રસ્તા પર ઉતર્યા

કોરોનાવાયરસ લઈને પહેલા ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ વધુ 19 દિવસનું લોકડાઉન વધારવામાં આવતા સુરતમાં કાપડ ઉધોગના એમ્બ્રોડરી, સંચા, અને હીરા ઉધોગમાં કામ કરતા કારીગરોએ રસ્તા પર ઉતરીને હંગામો માચાવ્યો છે. શહેરના અશ્વનીકુમાર રોડ, પટેલ નગર પર 2 હજાર જેટલા કારીગરો જયારે વરાછા નાબરોડા પ્રિસ્ટેજ પર 1 હજાર કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા છે. તમામ મજૂરો વતન જવાની જીદ સાથે છેલ્લા 5 દિવસ પાણી પીને દિવસ વિતાવતા હોવાની વાત કરી રહ્યા છે. પોલીસે તેમને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, જોકે આ લોકો પોતાના વતનમાં રહેલા પરિવારની ચિંતા સાથે તેમને જમવાનું આપો તેવી માંગ કરી રહ્યા છે.

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે, અહીંયા મહત્વના બે ઉધોગ આવેલ છે. કાપડ અને હીરા. આ ઉધોગમાં રોજી રોટીમેળવા દરેક રાજ્યમાંમાંથી લોકો આવીને સુરત ખાતે વસેલા છે. જોકે કોરોના વાઇરસને લઈને 21 દિવસનું લોકડાઉન હોવાને લઇને આ કારીગર અટવાઈ પડ્યા હતા. ઉધોગો બંધ, રૂપિયા નથી અને રાશન નહિ હોવાને લઇને પોતાના વતન તરફ જાવા માંગે છે પણ ટ્રેન વહેવાર બંધ હોવાને લઇને ભૂખે મરી રહ્યા છે.

ત્યારે હીરા ઉધોગમાં મોટા પ્રમાણમાં કામ કરતા સૌરાષ્ટ્રના લોકો વતન તરફ નીકળી ગયા છે. પરંતુ યુપી, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક લોકો અટવાઈ જવાનો વારો આવ્યો હતો. આ લોકોની વ્યવસ્થા કરતા લોકો શાંત થયા હતા. ત્યારબાદ સુરતના છેવાડે આવેલ લસકાના ખાતે ઓડીસા સમાજના 40 હજાર લોકો રસ્તા પર ઉતરી હંગામો કર્યો હતો. પોલીસે અહીં પણ મામલો થાળે પાડીને ત્યાં રહેલા લોકો માટે ખાસ રસોડું શરૂ કર્યું હતું. હવે આજ માંગ સાથે વરાછા વિસ્તારના અશ્વનીકુમાર રોડ પટેલ નગર ખાતે આવેલ એમ્બ્રોડરી, સંચા, અને રત્નકલાકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અદજીત 2 હજાર લોકોને 4 દિવસથી ભોજન મળ્યું નથી. તેમનો આક્ષેપ છે કે, 5 દિવસથી પાણી પીને જીવી રહ્યા છીએ.

યુપી, બિહાર, રાજસ્થાનવાસી પગાર નહીં થયો હોવાને લઈને ખાવા પીવાનો સમાન નથી, જેથી તેમની જમવાની વ્યવસ્થા કરવા સાથે વતન જવાની વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે હંગામો માચાવ્યો હતો. આ લોકો જ્યાં કામ કરતા હતા તેજ કારખાનામાં રહેતા હતા, અહીંયા યુપી, બિહાર અને રાજસ્થાનના લોકો વધુ છે. પોલીસ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, અહીંયા પણ વતન જવા સાથે જમવાની વાતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં આ કારીગરો ચાલતા પોતાના વતન તરફ નીકળવાની ત્યારી કરી રહ્યા છે. કારણ કે તેમનો પરિવાર લોકડાઉનને લઈને ભૂખે મરી રહ્યા છે. પોતાના કરતા પોતાના પરિવારની ચિંતા તેમને વતન જવા મજબૂર કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો