skip to content

વાંકાનેર: કોરોના સંક્રમિત થયેલ જંતુનાશક દવાના વેપારી રહીમભાઈ પરાસરાનુ મૃત્યુ

વાંકાનેર: ગયા અઠવાડિયામાં ઈદના દિવસે કોરોના સંક્રમિત થયેલા જંતુનાશક દવાના વેપારી રહીમભાઈ પરાસરાનું મૃત્યુ થયુ છે.

વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર એમ આર પી નામે જંતુનાશક દવાની દુકાન ના માલિક અને તીથવા ગામના મૂળ વતની એવા પરાસરા રહીમભાઈ અભરામભાઈ (ઉ.વ.61) નું આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રહીમભાઇ પરાસરા ઇદના દિવસે કોરોના સંક્રમિત થયા હતા તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમનું ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

આ સાથે વાંકાનેરમાં કોરોનાના મૃત્યુઆંક 7 અને મોરબી જિલ્લાનો મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે.

આજે વાંકાનેરમાં બે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં એક વિવેકાનંદમાં રહેતા 7 વર્ષનો બાળક છે અને એક આશિયાના સોસાયટીમાં રહેતા 59 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 37 થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો