મોરબી: કોરોનાગ્રસ્ત ડૉકટરનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાઇરસ કહેર વરસાવ્યો છે,કોરોના પોઝિટિવની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મોરબીમાં આજે વૃદ્ધ તબીબે કોરોનાના કારણે મૃત્યુ થયેલ છે.
મોરબી શહેરના વાવડી રોડ પર રહેતા તબીબ ડો. હીરાલાલ મણિશંકર ભટ્ટ (ઉ.વ. 72)નું કોરોનાની સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું છે. તેઓનો ગત તા. 18ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમનું આજે કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આ સાથે મોરબી જિલ્લાના મૃત્યુનો આંક 16એ પહોંચ્યો છે.