Placeholder canvas

વાંકાનેર: પાડધરા ચોકડી પાસેની દુકાનના શટર તૂટયા, 40 હજારના કોપર વાયરની ચોરી

વાંકાનેર: પાદધરા ચોકડી પાસે આવેલી દુકાનોમાં ગતરાત્રે બે દુકાનના સટર તુટ્યા,એક દુકાનમાંથી આશરે ૪૦ હજારના કોપર વાયરની ચોરી થઈ છે.

મળેલ માહિતી મુજબ ગઇકાલે રાત્રે મતલબ કે આજે વહેલી સવારના બે થી ત્રણ વાગ્યાની વચ્ચે પાડધરા ચોકડી પાસે આવેલી દુકાનોમાં બે દુકાનના શટર તોડીને ચોર ખાબક્યા હતા, જેમાંથી એક દુકાનમાં કાંઈ હાથમાં આવ્યું નહોતું જ્યારે બીજી કિશાન મોટર રીવાઇડીંગની દુકાનમાંથી આશરે 40,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી કરીને તેઓ જતા રહ્યા છે.

મળેલ માહિતી મુજબ આ પાડધરા ચોકડી પર કિસાન મોટર રીવાઇડીંગ એ ભલગામના ઇકબાલભાઇની દુકાન છે તેઓને સવારે દુકાને ગયા ત્યારે સંપૂર્ણ હકિકત ધ્યાને આવી હતી. તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો